Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સુરતના કામરેજમાં સીઅેનજી પંપ ઉપર બઘડાટીઃ મેનેજરને ઢોર માર માર્યોઃ ૩ શખ્‍સો સીસીટીવી કેમેરામાં કેદ

સુરતઃ કામરેજ વિસ્‍તારમાં આવેલ સીઅેનજી પંપ ઉપર ટેમ્‍પો ચાલક અને મેનેજર વચ્‍ચે પૈસા મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા પંપના મેનેજરને ઢોર માર મારતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કામરેજ વિસ્તારમાં અસામાજિક તત્વોઅે આતંક મચાવીને પેટ્રોલ પંપમાં તોડફોડ કરીને મેનેજરને ઢોર માર માર્યો હતો. CNG પંપ પર પૈસા આપવા મુદ્દે ટેમ્પા ચાલક સાથે માથાકુટ થઈ હતી.

ત્યાર બાદ મેનેજર અને ટેમ્પા ચાલક વચ્ચે બોલાચાલી થતાં ટેમ્પા ચાલકે અન્ય 2 યુવકને બોલાવ્યા હતા. ત્યાર બાદ ત્રણેય શખ્સે પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી. લાકડાના ફટકા મારીને મેનેજરને ઢોર માર માર્યો હતો.

તો મારમારીની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે પોલીસે હુમલો કરનાર 3 શખ્સની અટકાયત કરી લીધી છે.

(6:59 pm IST)