Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વિધાનસભામાં જીજ્ઞેશ મેવાણીઅે આત્મવિલોપનનો મામલો ઉઠાવતા માઇક બંધ કરી દીધુઃ કોંગ્રેસ દ્વારા વોકઆઉટ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પાટણના ભાનુભાઈના આત્મવિલોપન મામલે કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે જીજ્ઞેશ મેવાણી બોલવા માટે ઉભા થતાં જ તેમનું માઈક બંધ કરી દીધું હતું. મેવાણી સાથે ઓરમાયું ભર્યું વર્તન થતાં કોંગ્રેસે વોક આઉટ કર્યું હતું.

જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, અમે તાકીદની નોટિસ આપી હતી. જોકે સરકાર સંવેદનશીલ ઘટના હોવા છતાં જવાબ નથી આપી રહી. સાથે જ વિજય રૂપાણીના રાજીનામાના સૂત્રોચ્ચાર કર્યા હતા.

તો પરેશ ધાનાણીએ જણાવ્યું કે સરમુખત્યાર શાહી સરકારે સામાન્ય નાગરિકોને કચડવાનો પ્રયાસ કર્યો છે. આ મુદ્દે સરકારના નેતાઓ વિધાનસભામાં પ્રત્યુત્તર આપી શકતી નથી.

ઉલ્લેખનીય છે કે, દુદખા ગામની જમીનના વિવાદને લઈને ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું હતું. જે બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. ભાનુભાઇના પરિવારને વળતર અને સમગ્ર મામલાની તપાસ અંગે માગ ઉઠી હતી. જે બાદ સરકારે આ સમગ્ર મામલે SITની રચના કરી તપાસના આદેશ આપ્યા છે.

(6:58 pm IST)