Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ખંભાત રૂરલ પોલીસે બાતમીના આધારે કાણીસા ચોકડી નજીકથી બે પીકઅપ વાનનો પીછો કરી 4 બળદોને કતલખાને લઇ જતા બચાવ્યા

ખંભાત: રૂરલ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે કાણીસા ચોકડી પાસેથી બે બોલેરો પીકઅપ વાનનો પીછો પકડીને જલુંધ-પીપળોઈ ચોકડી પર આંતરીને ઝડપી પાડી ચાર બળદોને કતલખાને લઈ જતાં બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ખંભાત રૂરલ પોલીસ કાણીસા ચોકડી પાસે વાહનો ચેક કરી રહી હતી ત્યારે ખંભાત તરફથી બે બોલેરો પીકઅપ વાન નંબર જીજે-૦૪,એટી-૨૯૦૦ તથા જીજે-૦૫, એઝેડ-૩૭૧૫ની આવી ચઢતાં પોલીસ શંકાને આધારે તેને અટકાવા માટે ઈશારો કર્યો હતો પરંતુ બન્નેના ચાલકે ભગાવી મુકી હતી જેથી પોલીસે પીછો પકડીને જલુંધ-પીપળોઈ ચોકડી પરથી ઝડપી પાડી તપાસ કરતાં બન્નેમાં પીકઅપવાનમાં બે-બે મળીને કુલ ચાર બળદો અત્યંત ટુંકા દોરડાથી બાંધેલી તેમજ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વગરના મળી આવ્યા હતા.
પોલીસે લાલજી ગોકુળભાઈ શીયાળીયા (ભરવાડ, રે. પીપળીયા, બોટાદ)તેમજ છેલુભા ધનજીભાઈ સાઠીયા (ભરવાડ, રે. ખોપાળા, બોટાદ)ના હોવાનું ખુલવા પામ્યું હતુ. પ્રાથમિક તપાસમાં ચારેય બળદોને દક્ષિણ ગુજરાત તરફ કતલખાને લઈ જવામાં આવતા હતા.

(5:45 pm IST)