Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વડોદરાના વિદ્યાર્થી હેત ચૌહાણનું અેસ.ટી. બસ નીચે કચડાઇ જવાથી મોતઃ વાલી મંડળ દ્વારા સ્‍કૂલ સામે આક્રોશઃ કાલે વડોદરાની તમામ શાળાઓ બંધ પાળી વિરોધ કરશે

વડોદરાઃ ગઇકાલે શાળાના વિદ્યાર્થીનું અેસ.ટી. બસ નીચે કચડાઇ જવાથી મોત નિપજ્યા બાદ શાળા મેનેજમેન્‍ટ દ્વારા સહાનભૂતિ દાખવવામાં ન આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે અને કાલે વડોદરાની શાળાઓ બંધ રાખીને વિરોધ વ્‍યક્ત કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં શાળાની બેદરકારીને કારણે એસટી બસ નીચે કચડાઈ જતાં બાળકના થયેલા મોતથી વાલીઓમાં રોષ છે. જેના વિરોધમાં આવતીકાલે વડોદરાની તમામ સ્કૂલો બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત વાલી  મંડળ દ્વારા હેત ચૌહાણને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જોકે સતત બીજા દિવસે શાળા મેનેજમેન્ટ તરફથી કોઈ ફરક્યું ન હતું. જેથી વાલીઓનો રોષ બેવડાયો છે. ગુજરાત વાલી મંડળ દ્વારા વડોદરાની તમામ શાળાઓમાં બંધના એલાનની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ વાલી  મંડળના અગ્રણીઓ જિલ્લા શિક્ષણાધિકારીને મળવા ગયા હતા અને બંધના એલાનની રજુઆત કરી હતી. વાલીઓના રોષને જોતા સરકારે હેતના મૃત્યુની તપાસની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અમિત નગર સર્કલ પાસે વીઆઈપી રોડ પર રવિવારે સવારે એસટી બસના ટાયર નીચે કચડાઈ જતા હેત ચૌહાણ નામના બાળકનું મોત થયું હતુ. જે બાદ રોષે ભરાયેલા ટોળાએ સ્કૂલમાં ભારે તોડફોડ કરી હતી..

(4:39 pm IST)