Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઈન્ટેલ એકયુઅલ પ્રોપર્ટી રાઈટ્સ અંગે ૧૩મો આંતરરાષ્ટ્રીય સેમીનાર

અમદાવાદ,તા.૨૬: બૌધિક સંપત્તિના અધિકારના હકકોએ ગ્લોબલ ચેલેજિંગ માટે સ્માર્ટ સોલ્યુશન છે. આ આધુનિક વિષય ઉપર બે દિવસનો ૧૩માં આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન માર્ક પેટન્ટ ઓર્ગ તેના કોપાર્ટનર સાથે ઈન્ટેલ એકયુઅલ પ્રોપર્ટી રાઈટ્સ માટેની સમજની વ્યાપ વધારવાનું કાર્ય કરી રહી છે. સેમિનારની શરૂઆત પ્રાર્થના સાથે માંગલ્ય દીપ પ્રાગટ્ય ચીફ પેટન્ટ ઓર્ગના મેનેજીંગ ડાયરેકટર ડો.રાજેશકુમાર આચાર્ય, ડો.જૈમિન વસા અને પદમીન બુચ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઈન્ટેલ એકયુઅલ પ્રોપર્ટી રાઈટ્સએ ધંધામાં પ્રગતિ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. વિશ્વમાં ઈન્ટેલએકયુઅલ પ્રોપર્ટી રાઈટ્સનાં અધિકારે વ્યાપારની સુવિધા, નિયમન, માહિતી અને જ્ઞાન દ્વારા સર્જન પામેલા માલ અને સેવાનું સાધન તરીકે માનવામાં આવે છે. ઈન્ટેલએકયુઅલ પ્રોપર્ટી રાઈટ્સને વિશ્વમાં તમામ વ્યાપારિક ભાગીદારો, આવિષકારી તથા સર્જનતા માટે સંકલિત હોવા છતાં તેના માટે આદર મુશ્કેલીથી જોવા મળે છે. પરંતુ દુનિયાભરમાં ઈન્ટેલએકયુઅલ પ્રોપર્ટી રાઈટ્સથી થતાં ઉત્પાદનો વધવાની સાથે તેનો અનાધિકૃત ઉપયોગ, નકલબાજી અને પ્રોડકટનો આઈડિયા હડપવાની સક્રિયવૃત્તિ આર્થિક વિકાસને અટકાવે છે.

(3:50 pm IST)