Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

સાણંદની નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદ, કણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વાતંત્રય સેનાની દશરથભાઈ પટેલના વરદ્દ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થયોહતો . સાથે સાથે યુવા મહોત્સવમાં સમૂહગીત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ દેખાવ બદલ  દશરથભાઈ અને ધનશ્યામભાઈ બોપલવાળાના હસ્તે વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દશરથભાઈએ ૯૫ વર્ષની વયે પણ પ્રસંગ અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું.

 સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકોએ યોગ નિર્દેશન અને દેશભક્તિ ગીતોના રંગમાં સૌને રંગી દીધા હતા. કલાસાધક તથા  ચંદ્રીકાબેને વ્યક્તિગત દેશભક્તિ ગીતની સુંદર પ્રસ્તુતિ કરી હતી. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડો. મનીષ દેત્રોજા એ સર્વેને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી અર્જુનભાઈ અને જીયાબેને કર્યું હતું.(તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(8:27 pm IST)