Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદના ઉપનામથી જાણીતાઃ માત્ર ચાર ચોપડી ભણ્યાં હોવા છતાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિ દાદનું મોટું યોગદાન

જુનાગઢ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021 ના પદ્મ એવોર્ડથી જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ જ્યારે મહેશ નરેશ કનોડિયા બેલડીને મરણોપરાંત, દાદુદાન ગઢવી, ડૉ. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસને (મરણોપરાંત) પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત સાહિત્ય જગતમાં કવિ દાદ એટલે કે દાદુદાન ગઢવીની આગવી વિશેષતા જાણીએ.

માત્ર ચાર ચોપડી ભણ્યા છે દાદુદાન ગઢવી

દાદુદાન ગઢવી કવિ દાદના હુલામણા નામથી પ્રખ્યાત છે. જુનાગઢના કવિ દાદ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. મૂળ ઈશ્વરીયા ગીરના અને વર્ષોથી જુનાગઢમાં નિવાસ કરતાં 82 વર્ષીય કવિ દાદનું નામ સાહિત્ય માટેના પદ્મશ્રીમાં જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કવિ દાદને પદ્મશ્રી એવોર્ડ મળતાં ગુજરાત અને ચારણ સમાજનું ગૌરવ વધ્યું છે. દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદના ઉપનામથી જાણીતા છે. માત્ર ચાર ચોપડી ભણ્યાં હોવા છતાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિ દાદનું મોટું યોગદાન છે.

ટેરવા નામનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો

કવિ દાદ કવિની સાથે ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ છે. ‘ટેરવાંનામનો તેમનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો છે. જે તેમની ગુજરાત સાહિત્ય જગતમાં લોકપ્રિયતા બતાવે છે. સૌરાષ્ટ્ર યુનિ. માં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉપર પી.એચ.ડી. પણ થઈ ચૂકી છે. ગુજરાતી સાહિત્યમાં 60 વર્ષની કારકીર્દી સાથે 15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો તેમણે લખ્યાં છે. કવિ દાદ અગાઉ ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીતકાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો...’ કવિ દાદની પ્રખ્યાત રચના છે. નારાયણ સ્વામીના કંઠે ગવાયેલુંકૈલાશ કે નિવાસી...’ અને પ્રાણલાલ વ્યાસના કંઠં ગવાયેલુંઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે...’ જેવા અનેક અમરગીતોના રચિયતા કવિ દાદ છે.

(11:04 am IST)