Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

રાજપીપળાના ડોક્ટર દમયંતી બા સિંધાને જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માનિત કરાતા વધુ એક સન્માન મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે છેલ્લા દસ વર્ષથી બાળકોને સહિત તમામ માટે વિના મૂલ્યે સ્વાસ્થ્ય બાબતેનું ઉમદા સેવાકાર્ય કરતા દમયંતી બા પ્રદીપસિંહ સિંધાને હાલ વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે જેમાં તેમના આ સેવા કાર્ય બદલ તેમને જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માન મળતા નર્મદા જિલ્લા માટે ગૌરવની વાત છે.

  દમયંતી બા કેન્સરના દર્દીની માત્ર એક રૂપિયામાં સારવાર કરે છે તે પણ વનસ્પતી અને જડીબુટ્ટીઓમાંથી દવા બનાવી અનેક રોગોની સારવાર કરી રહ્યા છે જેમાં કેન્સર,લકવા, ડાયાબિટીસ,નિસંતાન દંપતી,સ્કીન સફેદ કોઢ કિડની પથરી વગેરેનો ઈલાજ તેઓ કરે છે. વનસ્પતિ અને જડીબુટ્ટીઓની આ દવા લેવા દેશ- વિદેશમાંથી લોકો અહીંયા આવે છે જેમાં સારા પરિણામો પણ મળ્યા છે.ત્યારે તેમના આવા સેવા કાર્યથી જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં તેમના નામનો સમાવેશ થતા નવો રેકોર્ડ બન્યો છે જે ખુબ ગૌરવની વાત છે.

 આ ઉપરાંત તેમને અનેક ઍવૉર્ડ મળ્યા છે જેમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ, લિજેન્ડ ઓફ વર્લ્ડ વુમેન એક્સેલેન્સ એચિવમેન્ટ એવોર્ડ,ગુજરાત કોરોના ક્ષત્રિય ઓરિએન્ટ જેવા એવોર્ડ થી તેમને નવાજવામાં આવ્યા છે.ત્યારે તેમના આ સેવાકાર્ય માં તેમના પતિ પ્રદીપસિંહ સિંધા પણ સારો સાથ- સહકાર આપે છે. આમ બંને દંપતી દરેક કાર્ય નિષ્ઠાથી અને નિઃસ્વાર્થ ભાવે કરતા આવ્યા છે

(12:44 am IST)
  • ખેડૂતોની ટ્રેક્ટર રેલી પૂર્વે દિલ્હીમાં રાતોરાત સડક ઉપર દિવાલ ઊભી કરી દેવામાં આવી છે કરનાલ બાયપાશ ઉપર વાહનોને દિલ્હીમાં પ્રવેશતાં રોકવા માટે કામચલાવ દિવાલ ઉભી કરવામાં આવી છે. લોકોને ટ્રેક્ટર પરેડના રૂટ આસપાસથી પસાર નહીં થવા કહેવાયું છે. ખેડૂત આગેવાનો ટ્રેક્ટર પરેડ યુપી ગેટથી અક્ષરધામ મંદિર સુધી લઇ જવા માટે મક્કમ છે. સતત અવરોધ મડાગાંઠ સર્જાવાને કારણે દિલ્હી પોલીસે યુપી ગેટ બોર્ડર ઉપર દિલ્હી તરફથી આવનારા રસ્તાને બંધ કરી દીધેલ છે. ટ્રેક્ટર રેલી સિંધુ બોર્ડર, ગાજીપુર બોર્ડર અને ટીકરી બોર્ડરથી નીકળવાની તૈયારીમાં છે. સમગ્ર દેશની નજર આજની ટ્રેક્ટર રેલી ઉપર મંડાઈ છે. access_time 10:29 am IST

  • નવું વકફ બોર્ડ બનાવવા આદેશ :ચૂંટણી યોજી નવું વકફ બોર્ડ બનાવવા ઉત્તર પ્રદેશ હાઇકોર્ટે હુકમ કર્યો છે. access_time 11:00 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી સળગ્યા: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આજે ફરી વધારો થયો છે. એક લિટર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૮૬ રૂપિયા જ્ અને મુંબઈમાં રૂ.૯૨.૬૩ થયો છે. access_time 11:08 am IST