Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

વેવાઈ-વેવાણ પ્રકરણમાં નવો વળાંક :વેવાણે પોલીસ સ્ટેશને પહોંચી : કહ્યું અમે બંને છુટા: પતિએ અપનાવવા ઇન્કાર કર્યો

અગાઉ એકબીજાથી પરિચિત પૂર્વ પ્રેમીઓ ભાગી ગયેલા હવે બંનેના પરિવારોએ લગ્નનો ઇન્કાર કર્યો : વેવાણના માતા -પિતા પોતાની દીકરીને લેવા પહોંચ્યા

સુરતમાં લગ્ન પહેલા વરરાજા અને વહુના માતા-પિતા ભાગી ગયા હોવાની ઘટના બની હતી. જેના કારણે લગ્નના બંધને બંધાવવા જઈ રહેલા વર-વધુનો સંબંધ તૂટી ગયો હતો. ત્યારે હવે આજે વિજલપોર પોલીસ સ્ટેશનમાં વેવાણ હાજર થઇ છે. થોડા સમય અગાઉ સુરતમાંથી આ વેવાઇ-વેવાણ ભાગી ગયા હતાં. આ મામલો બહુ ચર્ચાયો હતો

 તેમાંથી વેવાણ આજે વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થઇ છે. હવે આ વેવાણના પતિએ તેમને અપનાવવાનો ના પાડી છે. જેને લઇને હવે વેવાણના પિતા સુરતથી પોતાની દીકરીને લેવા પહોંચ્યા છે. પોલીસ સ્ટેશને કોઇ હસ્તી ઉમટે તેમ વેવાણને જોવા માટે ટોળુ એકત્ર થયું છે. બંનેના વ્યક્તિ પ્રેમ પ્રકરણમાં સમજૂતીથી છુટા પડી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકોના લગ્ન પહેલા જ વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. દીકરાના લગ્ન પહેલા પિતા વેવાણને લઈને ભાગ્યા હતા. અગાઉ એકબીજાથી પરિચિત અને ભૂતપૂર્વ પ્રેમી-પ્રેમિકા સંતાનોને પરણાવવાને બદલે એકબીજાની સાથે ભાગી ગયા હતા. આગામી 14 ફેબ્રુઆરીએ છોકરા-છોકરીના લગ્ન થવાના હતા. પરંતુ બંનેના માતા-પિતા એટલે કે વેવાઈ-વેવાણ ભાગી જતા બંને પરિવારોએ લગ્નનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે હવે આ વેવાણને તેના પતિએ સ્વીકારવાનો ઇન્કાર કરતા વેવાણના માતાપિતા પોતાની દીકરીને લેવા પહોંચ્યા છે

(11:48 pm IST)