Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

વડોદરા - હાલોલ ટોલ પ્લાઝા નજીક કાર પલ્ટી જતાં ૩ના કરૂણ મોત

બે ઈજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા

વાપી, તા.૨૭ : હાલોલ - વડોદરા હાઈવે પર ટોલ પ્લાઝા નજીક અચાનક એક કાર પલ્ટી મારી જતા ૩ વ્યકિતઓના કરૂણ મોત નિપજ્યા છે. જયારે અન્ય બે વ્યકિતઓને ઈજા થવા પામી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ જીલ્લાના હાલોલ - વડોદરા હાઈવે પર આવેલ ટોલ પ્લાઝા પાસેથી એક કાર ગઈકાલે રાત્રે ફુલ સ્પીડમાં પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કાર પલ્ટી ગઈ હતી.

જેને પગલે કારમાં સવાર પૈકી બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જયારે અન્ય ત્રણ વ્યકિતઓને ઈજા પહોંચતા તેઓને તુરંત ૧૦૮ની મદદથી હોસ્પિટલ પહોંચાડેલ હતા.

જેમાં ૧ વ્યકિતનું હોસ્પિટલમાં કરૂણ મોત નિપજતા આ બનાવમાં કુલ ૩ વ્યકિતઓના કરૂણ મોત નિપજ્યા છે. જયારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા ખસેડેલ છે.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:48 am IST)