Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

હાલોલના દાવડા ગામે ગંભીર અકસ્માત: અજાણ્યા વાહને ટક્કર મારતા 3 યુવકોના મોત : 2 ગંભીર

બે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

પંચમહાલના હાલોલના દાવડા ગામે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહને ટક્કર મારતા  કાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે, આ કારમાં પાંચ યુવકો સવાર હતા.

દાવડા ગામ પાસેથી પાંચ લોકો સવાર કાર પસાર થઇ રહી હતી આ દરમિયાન અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે.

(10:25 pm IST)