Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

અમદાવાદમાં અડ્રેસ બતાવવા ગયેલા સોની વેપારીના 15 લાખના દાગીના લઈ બે અજાણ્યા શખ્શો રફુચક્કર

વેપારી પોતાનું વાહન મૂકીને અડ્રેસ બતાવવા જતા બે ગઠીયાઓ વાહનની ડેકી ખોલી 15 લાખના દાગીના લઇ ફરાર

અમદાવાદમાં લૂટારૂ બેફામ બન્યા છે. શહેરના સીજી રોડ પર એડ્રેસ બતાવવા ગયેલો સોની વેપારી લૂંટાયો છે અને 15 લાખના દાગીના લઇ અજાણ્ય શખ્સો ફરાર થઇ જતા સનસનાટી મચી જવા પામી છે

 મળતી વિગત મુજબ આ વેપારી પોતાનું વાહન મૂકીને એડ્રેસ બતાવવા જતા બે ગઠીયાઓ વાહનની ડેકી ખોલી 15 લાખના દાગીના લઇ ફરાર થઈ ગયા હતા  ત્યારે લૂટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. લૂંટની ઘટના બાદ નવરંગપુરા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(10:10 pm IST)