Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

વિરમગામના શેઠ એમ.જે.હાઈસ્કૂલ ખાતે લિયો પ્રો કબડ્ડી સ્પર્ધા યોજાઇ

લિયો ક્લબ ઓફ વિરમગામના પ્રેસિડેન્ટ ગોકુલ પટેલ દ્વારા લિયો પ્રો કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલ શેઠ એમ.જે.હાઈસ્કૂલ ખાતે લિયો પ્રો કબડ્ડી સ્પર્ધા (નાઈટ ટુર્નામેન્ટ)નું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ સહિત આસપાસની ટીમો સહીત કુલ 15 ટીમોએ લિયો પ્રો કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

  અન્ડર 14ની કબડ્ડી સ્પર્ધામાં સાણંદની ટીમ પ્રથમ અને બાવળાની ટીમ દ્વિતીય સ્થાન પર રહી હતી. અન્ડર 17ની સ્પર્ધામાં સાણંદની ટીમ પ્રથમ ક્યારે આનંદ મંદિર વિરમગામની ટીમ દ્વિતીય સ્થાન પર રહી હતી. ઓપન કેટેગરીમાં સાણંદની ટીમ પ્રથમ અને ડીસીએમ કોલેજ વિરમગામની ટીમ દ્વિતીય નંબર પર રહી હતી. લિયો પ્રો કબડ્ડી સ્પર્ધાનું આયોજન લિયો ક્લબ ઓફ વિરમગામના પ્રેસિડેન્ટ ગોકુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

(8:33 pm IST)