Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

અમદાવાદના રંગીલા ચોક ખાતે પ્રથમવાર ધ્‍વજવંદનમાં અેકતાના રંગો દેખાયા

 અમદાવાદ : પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે. ત્યારે અમદાવાદ શહેરનાં શાહપુર રંગીલા ચોકી ખાતે કોમી એકતાના નારા સાથે ધ્વજવંદન કરાયું હતુ. મુસ્લિમ સમાજની ધર્મગુરુ સહિત અન્ય સમાજના ધર્મગુરુઓ અને મોટી સંખ્યામાં હિન્દુ - મુસ્લિમ વિધાર્થીઓ કાર્યક્રમ હાજર રહ્યા હતા. અહીં ભારત માતાકી જય... વંદે માતરમનાં નારા લાગ્યા હતા. તમામ સમાજનાં લોકોએ સંવિધાન સંરક્ષણ માટે શપથ પણ અહીં લીધા હતાં.

મુસ્લિમ અગ્રણી અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતું, કે અગાઉ અમે તિરગા યાત્રા કાઢતા હતા. પરંતુ આજે દેશના બંધારણનાં અમીલકરણનો દિવસ છે. આથી દેશનાં બંધારણની રક્ષા માટે, દેશની લોકશાહી અને દેશની સર્વધર્મ સંભાવના રક્ષા માટે તમામ સમાજનાં લોકોએ અહી શપથ લીધા છે. આજે અહીંથી સમગ્ર દેશમાં એક મેસેજ આપવા માંગીએ છીએ કે દેશનાં હિન્દુ - મુસ્લિમ સાથે મળીને લોકશાહી અને દેશના સંવિધાનનું રક્ષણ કરવા તત્પર છે. કોમી એકતાનો મેસેજ અહીંથી આપવામાં આવ્યો.

વધુમાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતું, કે એક સમય માટે શાહપુર અંશાત વિસ્તાર ગણાતો હતો. આજે આની શાંત વિસ્તારમાં ગણતરી થાય છે. રંગીલા ચોકીમાં જ્યા રથયાત્રાનું મુસ્લિમ બિરાદરો સ્વાગત કરે છે. આ ચોકમાં ઇદની ઉજવણી પણ મુસ્લિમ બિરાદરો કરે છે. ત્યારે આજે આપણા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અહી ચોકમાં રાષ્ટ્રધ્વજને વંદન કરી સલામી આપી હતી.. ગુજરાત દેશનું સૌથી વધુ સમૃદ્ધ રાજ્ય બને તેવી સૌ કોઇએ પ્રાર્થના કરી છે

રંગીલા ચોકીમાં મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યાં હતા.

(2:59 pm IST)