Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી :સાવચેતીના પગલા લેવા તમામને સૂચના

ખુલ્લામાં મુકેલ ખેતીના પાકને નુકસાન થતું અટકાવવા બાબતે સૂચના અપાઈ

અમદાવાદ : રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.સાથે દિવસે-દિવસે ઠંડી પણ વધતી જાય છે.તેવામાં વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલા લેવા જાણ કરાઇ છે.

સાથે ખુલ્લામાં મુકેલ ખેતીના પાકને નુકસાન થતું અટકાવવા બાબતે પણ જાણ કરવામાં આવી છે.ગાંધીનગર ખાતેથી મળેલ સંદેશ મુજબ જીલ્લામાં 25-12-2021 થી 29-12-2021 એમ પાંચ દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામા આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામા આવેલી બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ,સબ સેંટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવાહન દરમિયાન પલળી ન જાય તે અંગે દરેકને સૂચના અપાઈ છે.

(12:24 am IST)