Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજપીપળા હરસિધ્ધી માતજીનાં મંદિરમાં મહારાજા વૈરીશાલજીની ઐતિહાસિક લેખ અને પ્રતિમા મુકવા રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની રાજવી નગરીમાં આવેલ પ્રસિધ્ધ રાજવી પરિવારના કુળદેવી હરસિધ્ધી માતા મંદિરના પટાગણમાં રાજપીપળા રાજવી પરિવારના મહારાજા વેરીસાલજીએ હરસિધ્ધી માતાજી સ્વંયમ દર્શન આપી રાજવી નગરી રાજપીપળામા રાજા ના મહેલમાં પધારવા આમત્રંણ આપેલું અને રાજા સાથે માતાજી રાજપીપળા સુધી આવ્યા અને હાલમાં જ્યાં મંદિર છે.ત્યાં બિરાજમાન થયા માટે આ ઐતિહાસિક ઘટનાના વારસાની ગાથા ની એક સ્મૃતિ લેખ અને પ્રતિમા બનાવી હરસિધ્ધી માતાજી મંદિરમાં મુકવા હિન્દૂ દેવસ્થાન કમિટીને નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિ દ્વારા રજુઆત કરાઈ છે.આ સ્મૃતિ લેખ અને પ્રતિમા થી માતાજી મંદિર વિશ્વ સ્તરે પ્રતિષ્ઠા મેળવે એ હેતુથી નર્મદા જિલ્લા રાજપુત સમાજ દ્વારા માતાજી ના પટાગણમાં સ્મૃતિની સ્થાપના કરવા અને જેના પુર્ણ ખર્ચ રાજપુત સમાજ પોતે ભોગવશે એવી લેખિત રજુઆત કરવામાં આવી છે.

(12:20 am IST)