Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજપીપળાના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની વારંવારની તકલીફથી વેરો ભરતી પ્રજા હેરાન:કાયમી ઉકેલ લાવવા માંગ

આરબ ટેકરા વિસ્તારમાં પાણીની લીકેજ લાઈન સરખી કરાઈ નથી ત્યાં આજે વડ ફળીયા અન્ય વિસ્તારોમાં પણ વાલ બગડતા પાણીની તકલીફ ઉભી થઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા દ્વારા વેરો વધારો કરાયા બાદ પાયાની સુવિધા યોગ્ય મળતી નથી જેમાં ખાસ કરીને સ્ટેટ સમયની પાણીની લાઈનોમાં વારંવાર ભંગાણ થતા પીવાના પાણીની અનેક વિસ્તારોમાં તકલીફ જોવા મળી રહી છે જેમાં હાલ છેલ્લા ચારેક મહિનાથી આરબ ટેકરા વિસ્તારમાં પાણીની લીકેજ લાઈન બે દિવસ પહેલા મરામત માટે ખોદાઇ છે પરંતુ કામગીરી આગળ વધી નથી ત્યાં આજે ફરી સફેદ ટાવર અને લાલ ટાવર પરના વાલ બેસી જતા આજે અનેક વિસ્તારોમાં પાણીની બુમ સંભળાઈ હતી આમ વારંવાર લાઇન લીકેજ કે વાલ બગડવાની તકલીફ જોવા મળતા આનો કોઈ કાયમી ઉકેલ નગરપાલિકા સત્તધીશો લાવી વેરો ભરતી પ્રજાની મુશ્કેલી દૂર કરે તેવી માંગ ઉઠી છે.

(11:43 pm IST)