Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગાંધીનગર જિલ્લાના રૂપાલ બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી વધી રહી છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે જુગાર સંબંધી દરોડા પાડી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રૃપાલ બસ સ્ટેન્ડમાં કેટલાક શખ્સો ભેગા મળીને જુગાર રમી રહયા છે.

બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીંથી રૃપાલ ગામમાં રહેતા જીગ્નેશ ઉર્ફે સલીમ નરેશભાઈ સુથારરજનીકજી ભીખાજી ઠાકોર અને અરવિંદભાઈ મુળજીભાઈ પરમાર જુગાર રમતાં ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી ૧૩ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી.

(5:03 pm IST)