Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જન-મન અભિયાન અંતર્ગત પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીના જન્મદિવસે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના

હસ્તે ધરમપુર ખાતે“અટલ-સેવા-શટલ” આરોગ્ય રથનો ઈ-શુભારંભ : જિલ્લા વહીવટી તંત્ર વલસાડ - શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય સેવા રથ આદિવાસી વિસ્તારના જન-જન સુધી આરોગ્ય સેવા આપશે

 

શ્રીમદ રાજચંદ્ર મિશને વલસાડ જિલ્લાના ધરમપુર-કપરાડાના છેવડાના આદિવાસી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિની ચિંતા કરી છેઃ શિક્ષણના માધ્યમથી લોકો શિક્ષિત બને અને આરોગ્ય દ્વારા લોકોના જીવનમાં બદલાવ આવે તે જ સાચા અર્થમાં ગુડ ગવર્નન્સ : વિજયભાઈ રૂપાણી

 

 

 

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રીમદ રાજચંદ્ર મિશનના ટ્રસ્ટીશ્રીઓ અને કોટક મહિન્દ્રા બેંકના હોદ્દેદારોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, શ્રીમદ રાજચંદ્ર મિશને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના છેવડાના આદિવાસી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિની રક્ષા તેમજ શ્રીમદ રાજચંદ્રના સિદ્ધાંતો, સર્વ જીવોના કલ્યાણ માટેના તેમના પ્રયત્નો કર્યા છે તે ખૂબ જ સરાહનીય છે.

અટલ બિહારી બાજપેયીનો જન્મ દિવસ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે લોકોને આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ કરાવીને લોકોનું જીવન ધોરણ ઊંચુ આવે તેવા પ્રયત્નો થાય તે જ સાચું ગુડ ગવર્નન્સ છે. શિક્ષણના માધ્યમથી લોકો શિક્ષિત બને અને આરોગ્ય દ્વારા લોકોના જીવનમાં બદલાવ આવે તે ખૂબ જરૂરી છે એટલે આજે ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે અટલ-સેવા-શટલ આરોગ્ય રથનો શુભારંભ આ વિસ્તારના લોકો માટે એક મહત્વનો બન્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જન-મન અભિયાન અંતર્ગત પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીના જન્મદિવસે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે ધરમપુર ખાતે “અટલ-સેવા-શટલ” આરોગ્ય રથનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ગામડાના અંતરિયાળ વિસ્તારમાં લોકોના આરોગ્યની સુવિધા આ અટલ-સેવા-શટલ દ્વારા સારી રીતે પહોંચાડી શકીશું. લોકોનું સ્થળ પર જ નિદાન થાય, દવા મળે અને લોકો નિરોગી બને તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બહેનો અને બાળકો કુપોષણમાંથી પોષણયુક્ત બને તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અટલજીના જીવનમાં હંમેશા રાષ્ટ્રવાદની ભાવના પ્રથમ હતી. જેમાં ભારત પ્રથમ અને ભારતમાતા પરમ વૈભવના શિખરો સર કરે તે અટલજીની કલ્પના હતી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આત્મનિર્ભર ભારત અભિયાનને બળ આપીને ભારત જગત જનની બને તે દિશામાં આગળ વધી રહ્યાં છે ત્યારે આવનારા દિવસોમાં અટલજીની કલ્પના મુજબ આ દેશની સંસ્કૃતિ, પરંપરા, વિરાસત અને ઈતિહાસ પુનઃઉજાગર થશે તેવી શ્રદ્ધા આ પ્રસંગે મુખ્યમંત્રશ્રીએ વ્યક્ત કરી હતી.

અટલજીએ એકાત્મ માનવદર્શન, સાંસ્કૃતિક ભારતની એકતા, અખંડિતતા અને રાજનીતિમાં પણ નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કર્યાં હતા તે આપણા સૌ માટે ખૂબ પ્રેરણાદાયી નિવડ્યા છે, અટલજીની કવિતાઓ અને ભાષણો આજે પણ ગુંજે છે અને હજ્જારો લોકોને સ્ફૂર્તિ, પ્રેરણા અને જીવનની દિશાનિર્દેશ આપે છે. સ્વ. અટલ બિહારી બાજપેયીના જન્મદિવસ નિમિત્તે તેમને વંદન કરીને મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ આપી હતી.

પૂજ્ય ગુરુદેવ રાકેશ મુનિ જેમને એક મિશન સાથે શ્રીમદ રાજચંદ્રજીના સિદ્ધાંતોના આધાર ઉપર ધરમપુર અને કપરાડાના છેવાડાના ગરીબ માનવીને ઉત્કર્ષ માટે જે કામ કરી રહ્યાં છે તે બદલ મુખ્યમંત્રીશ્રીએ શ્રીમદ રાજચંદ્ર મિશનના ટ્રસ્ટી અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જન-મન અભિયાનના ત્રીજા તબક્કામાં વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રીમદ્‌ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના સંયુક્તત સહકારથી જન કલ્યાીણનો ‘‘અટલ-સેવા- શટલ'' રથની શરૂઆત સ્વિ. વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇની જન્મતિથિ અને ગુડ ગવર્નન્સ ડેના ઉપલક્ષમાં આજે ધરમપુર ખાતેથી કરવામાં આવી હતી.

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી શ્રી આત્માર્પિત નેમિજીએ પ્રાસંગિક ઉદ્ બોધન કરીને શ્રીમદ રાજચંદ્ર મિશનની સેવાકીય પ્રવૃત્તિઓ અને અટલ-સેવા-શટલ આરોગ્ય રથ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે ધરમપુર ખાતે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્ર અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધરમપુર ખાતેથી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે તેમજ કોટક મહિન્દ્રા બેંકના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક ગુપ્તાએ પ્રાસંગિક ઉદ્ બોધન આપ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી આર. આર. રાવલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, શ્રીમદ રાજચંદ્ર મિશનના ટ્રસ્ટીશ્રીઓ, ધરમપુર પ્રાંત અધિકારીશ્રી સહિત મહાનુભાવો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ-સેવા-શટલ આરોગ્ય રથ વિશે

‘‘અટલ-સેવા- શટલ'' ના મુખ્યલ બે ભાગ રહેશે. જે પૈકી ભાગ-૧ માં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા  તાલુકાના તમામ ગામોમાં કેન્દ્રય અને રાજય સરકારની આરોગ્યર અને મહિલા બાળ કલ્યા ણની તમામ કલ્યા‍ણકારી યોજનાઓ લોકહૃદય સુધી પહોંચે તથા તેની અક્ષરશઃ અમલવારી થાય તે માટે પ્રધાનમંત્રી માતૃવંદના, આંગણવાડી કેન્દ્ર , રાષ્ટ્રી ય પોષણ અભિયાન, પૂર્ણા, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વન, કુપોષણ મુકત ગુજરાત, બાલ સખા, બાળ સંજીવની, ચિંરજીવી, મા કાર્ડ/મા વાત્સ્લ્યવ/ આયુષ્માીન ભારત, જનની સુરક્ષા, વ્હાવલી દીકરી જેવી યોજના હેઠળ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓની સંભાળ, વનરેબલ પોપ્યુસલેશનમાં વરિષ્ઠવ નાગરિકો, ટી.બી, ડાયાબીટીસ, હાઇપર ટેન્શાન જેવા રોગથી પીડાતા લોકોની વિશેષ સંભાળ લેવાશે.

જયારે ભાગ -૨ માં સામાજિક સુરક્ષા હેઠળ વિધવા સહાય, ઇન્દિુરાઆવાસ, સંકટ મોચન, નિરાધાર વૃદ્ધ પેન્શ ન, અટલ પેન્શ ન, કુવરબાઇનું મામેરૂ, દિવ્યાંબગ શિષ્યમવૃત્તિ/ સાધન સહાય/ ડીસેબીલીટી પેન્શપન/ સંત સુરદાસ, પી.એમ. કિસાન, કૃષિ યોજનાઓ સહિત તમામ નાગરિકોનું લાભાર્થી યોજનામાં ૧૦૦ ટકા નામાંકન થાય અને તેમના સુધી લાભ પહોંચે, રાશન કાર્ડની તમામ સેવા, હક્કપત્રમાં વારસાઇ નોંધ, મકાન સહાય જેવી યોજનાઓનો લાભ ઘરબેઠાં મળી રહે તેવી વ્ય,વસ્થા્ ગોઠવવામાં આવશે.

‘‘અટલ-સેવા-શટલ'' સેવાના લાભ માટે રૂટ નક્કી કરવામાં આવશે.  આ રથમાં મેડીકલ સ્ટાવફ સહિત રેવન્યુશ તલાટી પણ રહેશે જે લોકોના લાભાર્થીઓના ફોર્મ ભરી જેતે શાખાને મોકલી આપશે. સંબંધિત ગામોમાં રથના કાર્યક્રમ અંગે બે દિવસ અગાઉ જાણ કરવામાં આવશે જેથી તલાટી સરપંચ સહિત દ્વારા ગામમાં પ્રચાર કરી વધુને વધુ લોકો લાભ લે તેવા પ્રયાસો કરાશે.

(3:59 pm IST)