Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વલસાડ મામલતદાર કચેરીમાં અરજદારોની હેરાનગતિ

બેસવાની સુવિધાના અભાવે કેસની સુનાવણીમાં આવેલા અરજદારો એ કલાકો સુધી ઉભા રહેવા પડે છે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ મામલતદાર કચેરીમાં બેસવાની સુવિધાના અભાવે અરજદારોની હાલત કફોડી બની છે લોકડાઉનમાં લોકોને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા ચાર્જમાં રહેલ તત્કાલીન મામલતદાર વસાવાએ બેસવા માટે  અહીં રહેલ બેન્ચને દૂર ખસેડાવી હતી અને પહેલા માળ પર બેસી કામગીરી કરતા હતા પરંતુ હવે વલસાડ મામલતદાર તરીકે એસ કે મોવલિયા આવ્યા છે અને તેવો નીચે બેસી કચેરી ચલાવે છે બેસવા માટે રાખવામાં આવેલ બેન્ચ દૂર હોવાથી કેસમાં નામ બોલાય ત્યારે ત્યાં સુધી સંભળાય નહિ જેથી અરજદારોએ મામલતદારના ચેમ્બર સામે જ ઉભા રહેવાની ફરજ પડે છે તાલુકામાં સમાવિષ્ટ ગામોના ઘણા અરજદારો તેમને આપવા માં આવેલ તારીખ પ્રમાણે હાજર રહે છે પરંતુ કલાકો સુધી ઉભા રહેવા પડતા હોવાને કારણે તેમની હેરાનગતી થતી  હોય છે

  મામલતદાર અરજદારોની હેરાનગતિ ને ધ્યાન માં રાખી સુનાવણી માટે આવેલ અરજદારો બાબતે વિચારી તેમના માટે અહીં બેસવાની સુવિધા કરે એવી અરજદારોમાં માંગ ઉઠી છે.

(11:55 am IST)