Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમદાવાદમાં દેહ વેપાર કરતી મહિલાઓને અન્નબહ્મ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ અપાશે

NGO એ આપેલ કુપન કે ટોકન લઈને આવનાર સેકસવર્કરોને દસ કિલો ઘઉ અને પાંચ કિલો ચોખા રેશનકાર્ડ વગર વિતરણ કરાશે

અમદાવાદમાં દેહ વેપાર કરતી મહિલાઓને વિનામુલ્યે અન્નબહ્મ યોજના હેઠળ વ્યાજબી ભાવે રેશનની દુકાનોમાં અનાજ આપવાની વ્યવસ્થા કરાઈ છે,શહેરમાં દેહ વેપાર કરતી તમામ મહિલાઓને અનાજ આપવામાં આવશે.

શહેરમા વ્યાજબી ભાવની દુકાનોમાં NGO એ આપેલ કુપન કે ટોકન લઈને આવનાર સેકસવર્કરોને દસ કિલો ઘઉ અને પાંચ કિલો ચોખા રેશનકાર્ડ વગર કરાશે વિતરણ કરવામાં આવશે. તેઓની પાસેથી કોઈપણ પ્રકારની ઓળખ કે પુરાવાઓ વગર રેશન દુકાનદારો મફતમા અનાજ વિતરણ કરવાની સુચના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અમદાવાદ શહેરનાઓએ રેશન દુકાનદારોને પરિપત્ર પાઠવી વિતરણ વ્યવસ્થા ગોઠવવા સુચનાઓ આપી છે.

 સેકસવર્કરો પાસેથી મોબાઈલ નંબરો સુધ્ધા રેશનદુકાન દારો માંગી શકશે નહિ. ગરીબ ઘરવિહોણા અને અનાથ વ્યકિતઓને વિનામુલ્યે અન્નબહ્મ યોજનામાં સમાવી લીધા બાદ દેહવેપાર કરતી મહિલાઓ માટે પણ અન્નબહ્મ યોજનામાં તેમનો સમાવેશ પુરવઠા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

(10:45 pm IST)