Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

માંડલના વિંઝુવાડા ખાતે ખેડૂતોની મુલાકાત કરતા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના વિઝુવાડા ગામના ખેડૂતોની અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી  અરુણ મહેશબાબુ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જીલ્લા વિકાસ અધિકારીએ વિઝુંવાડા ગામે દાડમની ખેતી કરતા ખેડૂતના ખેતરની અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. જેમાં બક્ષીપંચ મહામંત્રી મહેશભાઈ ચાવડા, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી ખાતે સીડીપીઓ મીતાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા.( તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(8:53 pm IST)