Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

કાર્નિવલની ભવ્ય શરૂઆત

અનેક લોકપ્રિય કલાકારો આકર્ષણ જમાવશે

અમદાવાદ,તા. ૨૫ : જેની ઉત્સુકતાપૂર્ક રાહ જોવામાં આવી રહી હતી તે કાંકરીયા કાર્નિવલની રંગારંગ કાર્યક્રમ વચ્ચે આજે શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે કાંકરીયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. આ વખતે કાંકરીયા કાર્નિવલમાં અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. કાંકરિયા કાર્નિવલની રંગારંગ શરૂઆતની સાથે સાથે નીચે મુજબ છે.

*     કાંકરિયા કાર્નિવલની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી

*     કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્યમંત્રીની સાથે શહેરના મેયર ઉપસ્થિત રહ્યા હતા

*     કાર્નિવલના પ્રથમ દિવસે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું

*     કાંકરિયા કર્નિવલમાં આ વખતે કાર્યક્રમોએ  લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે

*     કાંકરિયા કાર્નિવલમાં ૨૫ લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી સંભાવના

*     લોક નૃત્યના કાર્યક્રમો, હોર્સ અનો ડોગ શોના પણ કાર્યક્રમ રહેશે

*     કવિ સંમેલન પણ આકર્ષણ જમાવશે

*     સાંઈરામ દવે હાસ્ય દરબારનું આયોજન કરશે

*     કાંકરિયા કાર્નિવલમાં લોકોની સુવિધા માટે મનપા દ્વારા ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા

*     વીએસ, સિવિલ, રોટરી ક્લબ, રેડ ક્રોસ સોસાયટીના માર્ગદર્શન હેઠળ બ્લેડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું

*     કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલની શરૂઆત થયા બાદ સાત દિવસ ચાલશે

*     આ વખતે શરાબ પીને આવનાર લોકો અને રોમિયો તત્વોને રોકવા માટે વિશેષ આયોજન કરાયું

*     ૧૫થી વધુ એન્ટી રોમિયો ટીમ સિવિલ ડ્રેસમાં તૈનાત કરાઈ

*     તમાકુની ઝુંબેશના ભાગરુપે ખાસ મંચની વ્યવસ્થા ગોઠવવામાં આવી ચુકી છે

*     કોઇપણ ઇમરજન્સી માટે લોકોની સહાયતા માટે પોલીસ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી

*     સુપરવિઝન માટે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ૨૮ વોચ ટાવર ગોઠવાયા છે

*     વાહનોની ચોરીને રોકવા માટે સીસીટીવી કેમેરા સાથે ૧૧ પાર્કિંગ વિસ્તાર બનાવાયા છે

*     ૧૯૦થી વધુ મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની ટીમ ગોઠવાઈ છે

*     દરરોજ ભવ્યઆતશબાજી અને ઝાકમઝોળ રોશની કરાશે

*     ચુસ્ત અને  સઘન સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાયું

*     દિવ્યાંગો-ડીફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

*     ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગુજરાતી રસધાર તથા ખડખડાટ કાર્યક્રમ રહેશે

*     ૩૧મી ડિસેમ્બરના દિવસે નામાંકિત કલાકારો દ્વારા સેલિબ્રિટી લાઈવ કોન્સર્ટનું આયોજન કરાયું

*     યોગા, એરોબિક્સ તથા ઝુંબાનું નિદર્શન કરાશે

*     મ્યુનિસિપલ શાળા, ખાનગી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે

*     કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે

*     આતશબાજીનો નજારો જોવા મળશે

*     એલઈડી સ્ક્રીન દ્વારા કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે

(8:41 pm IST)