Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પાવાગઢમાં પંચ મહોત્સવનો રંગારંગ પ્રારંભ

ઐશ્વર્યા મઝમુદાર, કિંજલ ત્રિવેદીએ પરફોર્મ કર્યુઃ આજે ભુમિ ત્રિવેદી રંગ જમાવશેઃ હેરીટેજવોક, ટેન્ટ સીટી, ફુડબજાર સહિતના આકર્ષણો

 વડોદરાઃતા.૨૫, પંચહાલ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા પાવાગઢ-ચાંપાનેરના મોટા તળાવ પાસે પંચ મહોત્સવ-૨૦૧૭ શરૂઆત શનિવારે ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારે કરી હતી.

શકિતપીઠ પાવાગઢ અને વર્લ્ડ હેરીટેજમાં સામેલ ચાંપાનેરના પરિચય સાથે વિસ્તારના વિકાસ અને તેની ઓળખ ઉભી કરવા ૧૫ જાન્યુઆરી સુધી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષ મહોત્સવમાં ૩૦ નવા કાર્યક્રમ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં પ્રકૃતિપ્રેમીઓ માટે હેરીટેજ વોક ટુરીસ્ટ સર્કીટ, ફોરેસ્ટ ટ્રેલ જેવા આકર્ષકો પણ છે. શનિવારે ઐશ્વૈયા મઝમુદારે ધમાકેદાર પરફોમન્સ કર્યુ હતુ. જયારે ગઇ કાલે '' ચાર ચાર બંગડી '' ફેમ કિંજલ દવેએ દર્શકો અને મહેમાનોને ડોલાવ્યા હતા.

 પંચ મહોત્સવમાં આજે ભુમિ ત્રિવેદી, કાલે દર્શન રાવલ તથા બુધવારે પાર્થીવ ગોહેલ દર્શકોને ઝુમાવશે. પંચ  મહોત્સવમાં ટેન્ટ સીટીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે મહોત્સવ અનુસંધાને કલેકટર તંત્ર દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવેલ. મહોત્સવમાં ફુડ બજાર પણ છે જે આવનાર લોકોને ત્યાંના વ્યંજનનો સ્વાદ પણ દાઢે લગાડશે.

(12:07 pm IST)