Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ક્રિકેટર મિતાલી રાજ અને એકટર સૂદની હાજરીમાં પારૃલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાશે

આ સમારંભમાં ૯૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને તેમના પરિવાર અને મિત્રો સાથે હાજરી આપશે

મુંબઇ, તા.૨૫: પારુલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ આગામી દિવસોમાં યોજાનાર છે જેમાં ૨૦૨૨માં સ્નાાતક અને અનુસ્નાાતક સહિતના અભ્યાસક્રમ સફળતાથી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સમારોહમાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સફળતા અને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવા માટે બે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં ક્રિકેટર મિતાલી રાજ અને એકટર તેમજ કોરોનાકાળમાં હજારો લોકોની મદદ કરનાર સોનુ સૂદનો સમાવેશ થાય છે.

મિતાલી રાજનો પરિચય આપવાની આમતો કોઈ જરૃર નથી. મિતાલી રાજે ભારતની સૌથી મહાન મહિલા બેટર તરીકે નામના મેળવી છે. એટલું જ નહીં, બે દાયકા સુધી ફેલાયેલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સફળતાપૂર્વક શ્રેષ્ઠ દેખાવ પણ કર્યો છે. તો તેમની સાથે માનવતા માટે સાચા હૃદય સાથેનો માણસ, યુનાઇટેડ નેશન્સ ડીપી લ્ઝ્રઞ્ સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એકશન એવોર્ડ મેળવનાર, જે સાચા પ્રેરણાદાયી હીરો છે તે સોનુ સૂદ પણ સમારોહમાં હાજરી આપશે.

છઠ્ઠો દીક્ષાંત સમારોહ ડિપ્લોમા, સ્નાાતક, અનુસ્નાાતક અભ્યાસક્રમોના વિવિધ પ્રવાહોના એન્જિનિયરિંગ, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર એપ્લીકેશન, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ફાઇન આર્ટસ, લાઇબ્રેરી સાયન્સ, હેલ્થ એડમિનિસ્ટ્રેશન, જાહેર આરોગ્ય, ફાર્મસી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, હોમિયોપેથી, ર્નસિંગ, આર્કિટેકચર, કૃષિ, સામાજિક કાર્ય, ડિઝાઇન, કાયદો, વ્યવસ્થાપન સહિતના અભ્યાસના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. એટલું જ નહીં સમારોહમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના કાર્યના વિવિધ ક્ષેત્રો અને સ્ટાર્ટપ્રઅપ્સમાં તેમના યોગદાન અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવશે. આ સમારંભમાં ૯૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને તેમના પરિવાર અને મિત્રો સાથે હાજરી આપશે. આ ઉપરાંત લાયક વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં શ્રેષ્ઠતાના ચિહ્ન તરીકે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

(3:49 pm IST)