Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

પેટલાદ શહેર પોલીસે સાંજના સુમારે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 5 શકુનિઓને 16 હજારની રોકડ સાથે દબોચ્યા

પેટલાદ: શહેર પોલીસે આજે સાંજના સુમારે અર્જુનશા પીર દરગાહ પાસે આવેલા ખુલ્લા ખેતરમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં પાંચ શખ્સોને ઝડપી પાડીને રોકડા ૧૬૩૪૦ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર તાજેતરમાં જ આણંદ એસઓજી પોલીસના હાથે કલાલ પીપળ ખાતેથી પત્તા પાનાનો જુગાર રમાડવાના કેસમાં પકડાયેલો લીયાકતમીંયા ઉર્ફે એલકે અમીનમીંયા મલેક અર્જુનશા પીર દરગાહ પાસે માણસો એકત્ર કરીને જુગાર રમાડે છે. જેથી પેટલાદ શહેર પોલીસની ટીમ ત્રાટકી હતી જ્યાં લીયાકતમીંયા ઉર્ફે એલકે, સમસોદ્દીન મૌયુદ્દીન શેખ, યાસીન ઉર્ફે બદામ અબ્દુલભાઈ વ્હોરા, મહેન્દ્રભાઈ ભીમાભાઈ પટેલ અને વીરલભાઈ ઉર્ફે ભુરીયો અરવિંદભાઈ રાણા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને કુલ ૧૬૩૪૦ની રોકડ રકમ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:49 pm IST)