Gujarati News

Gujarati News

News of Sunday, 25th November 2018

હાલોલ- વડોદરા હાઇવે ઉપર જાનૈયાને લઈને જતી એસટી બસ પલ્ટી :ડ્રાયવર સહિત ચારને ઇજા :50 લોકોનો બચાવ

નવજીવન હોટલ પાસે લીમડીના બિલાવાણઈથી વડોદરા જતી ઝાલોદ ડેપોની બસને અકસ્માત

પંચમહાલ જિલ્લાના હાલોલ- વડોદરા હાઇવે ઉપર એસટી બસને અકસ્માત નડ્યો હતો. હાલોલ-વડોદરા હાઇવે ઉપર આવેલી નવજીવન હોટલ નજીક એસટી બસ પલટી મારી હતી. જેના પગલે બસના ડ્રાઇવર સહિત અન્ય 4 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં સવાર આશરે 50 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે લીમડીના બિલાવાણઈથી વડોદરા જાન લઇને જતી ઝાલોદ ડેપોની બસને અકસ્માત નડ્યો હતો.

(8:03 pm IST)