Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

ગરૂડેશ્વર દત્તમંદીર પાસે ચેકડેમ માં નાહવા પડેલા શખ્સનું ડૂબી જતા મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા);રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલા દત્ત મંદિર પાસે ચેકડેમ માં નાહવા ગયેલા શખ્સનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર તા.૨૪/૧૦/૨૦૨૨ એ બપોરે ૧૨/૪૫ વાગે મરનાર એક અજાણ્યો ઇસમ ગરૂડેશ્વર દત્તમંદીર પાસે નર્મદા નદિના રીવર ચેકડેમ ડેમની નીચે ન્હાવા માટે પડતા પાણીમા ડુબી જતા તેનું મોત થયું હતું
પોલીસે આ જગ્યાની આજુબાજુ તપાસ કરતા નદિના કિનારેથી એક જોડી કપડા જેમા સફેદ કલરનું ટીસર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ તેમજ સફેદ વાદળી કલરના બુટ તથા (વન પ્લસ) નો એક મોબાઇલ મળી આવ્યો છે.હાલ ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી મરનારની ઓળખ બાબતે તપાસ હાથ ધરી છે.

(10:38 pm IST)