Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

વેલીયન્ટ બ્રાન્ડ એમ્બેસેડર વિપુલ નારીગરા અને વિશાલ પાઠકે પોતાના વતન માં દિવાળીની ઉજવણી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ તો વિશ્વ માં ક્રિકેટ ફીવર છવાયો છે.હાલમાં જ ટી 20 નો વર્લ્ડકપ  ઓસ્ટ્રેલિયા ખાતે ચાલી રહ્યો છે ત્યારે વેલીયન્ટ ક્રિકેટની આવનારી વેલીયન્ટ પ્રીમિયર લીગ સિઝન 5 પહેલા વેલીયન્ટ ક્રિકેટ ના ક્રિકેટરો વેકેશન માટે ખેલાડીઓ હાલ પોત પોતાના વતનમાં પરિવાર સાથે દિવાળી મનાવવામાં મશગુલ છે ત્યારે વેલીયન્ટ ભારત ના બ્રાન્ડ એમ્બેસેડર વિપુલ નારીગરાએ પોતાના વતન રાજુલામાં પરિવાર સાથે ધૂમધામથી દિવાળીનો પર્વ મનાવ્યો હતો જ્યારે વેલીયન્ટ બ્રાન્ડના નર્મદાના બ્રાન્ડ એમ્બેસેડર વિશાલ પાઠકે રાજપીપલા પોતાના વતનમાં દિવાળી ઉજવણી પરિવાર સાથે કરી હતી.વિપુલ નારીગરા અને વિશાલ પાઠકે દિવાળીની શુભેચ્છા પાઠવતી પોસ્ટ સોશિયલ મીડિયા માં મૂકી હતી

વિપુલ નારીગરા એ પોતાના ઓફિશિયલ વેરિફાઈડ આઈ ડી માં વિડીઓ ની સાથે લખ્યું હતું " बुराई हमेशा जलती ही है.. जब बुराई जलती है! तब रौशनी आती है!! जब रौशनी आती है!! तब जीवन में उन्नत्ति हमेशा होती है!! आप सबको होमटाउन से दीपावली की हार्दिक शुभकामनाये प्रभु श्री राम हमसबपे कृपा बनाए रखे "
જ્યારે વિશાલ પાઠકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માં લખ્યું હતું કે આવનારું વર્ષ તમામ ને સુખ સમૃદ્ધિ અર્પે અને જીવન શાંતિ થી પસાર થાય
આ બન્ને ક્રિકેટરો એ પોતાના સોશિયલ મીડિયા માં પોસ્ટ મૂકી ને શુભેચ્છા પાઠવી હતી

(10:36 pm IST)