Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

હિંમતનગરના ધાણધા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત ઈન્દ્રનગરના યુવકનું ઘટનાસ્થળે મોત: બે ને ગંભીર ઇજા

ઈજાગ્રસ્ત બે યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

હિંમતનગરના ધાણધા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક બાઇક ચાલકનું મોત થયું છે, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચી છે. અહીં બે બાઈકો સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈન્દ્રનગરના એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બે યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(10:20 pm IST)