Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

સિંધુ ભવન રોડ પર કેટલાક અસામાજિક તત્વોએ બેફામ રીતે ફટાકડા ફોડ્યા: કારના બોનેટ પર અને જાહેરમાં રોકેટ છોડ્યા

એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાડકો નાંખીને રોડ પર જ બોકસ મૂકીને ધમાલ મચાવી: સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ : શહેરના સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે વાહન ચાલકો માટે મુસીબતનો રોડ બની ગયો હતો.દિવાળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ રોડ પર બેફામ રીતે ફટાકડા ફોડ્યા હતા. જેમાં કારના બોનેટ પર અને ત્યાર બાદ રોડ પર જાહેરમાં રોકેટ ફોડ્યા હતા. તેમજ આ લોકો આટલાથી ના અટકતા એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાડકો નાંખીને રોડ પર જ બોકસ મૂકીને ધમાલ મચાવી હતી. જો કે આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી

  દેશભરમાં દિવાળીની રંગે-ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં પણ પાછલા બે વર્ષની સરખામણીએ આ વખતે દિવાળીનો માહોલ કઈંક અલગ જ છે. ફટાકડાની ખરીદીની ધૂમ મચી છે. જો કે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડાતા પ્રદૂષણમાં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરનો  હવાનો ગુણવત્તા દર 120 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ 399 AQI નવરંગપુરામાં નોંધાયો. તો ચાંદખેડામાં 319 અને રાયખડમાં 279 AQI નોંધાયો છે. નિષ્ણાંતોને ડર છે કે જો આ વર્ષે વધુ ફટાકડા ફોડવામાં આવશે તો હવાની ગુણવત્તા હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે.

(9:26 pm IST)