Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

વડોદરાના બકરાવાડી મહિલા પર લાકડીથી હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:બકરાવાડીમાં નજીવી બાબતે મહિલાને ગાળો બોલી લાકડીથી માર મારવામાં આવ્યો હતો.જે અંગે નવાપુરા પોલીસે ત્રણ આરોપીઓ સામે  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પથ્થર ગેટ નાની ખારવાવાડમાં રહેતા સંગીતાબેન સુધિરભાઇ ખારવાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૨૩ મી એ હું તથા મારી ભાણેજ તથા મારો  પુત્ર ભેગા મળીને મારા પતિને શોધવા માટે બકરાવાડી તરફ ગયા હતા.સાંજે  પોણા સાત વાગ્યે મારા પતિ બકરાવાડી ઝવેરી વાસ  પાસે રામાપીરના મંદિર નજીકથી મળી આવ્યા હતા.અને તેમની સાથે અક્ષય રાજેશભાઇ પરમાર (રહે.બકરાવાડી, ઝવેરીવાસ) પણ હતા.જેથી,મેં મારા  પતિને કહ્યું હતું કે,તમે આ માણસ સાથે કેમ  રહો છો ? તમારે અક્ષય સાથે રહેવાનું નહીંં.મારી વાત સાંભળીને અક્ષય ઉશ્કેરાઇ ગયો હતો.અને મને ગાળો બોલી લાકડી વડે હુમલો કર્યો હતો.જે હુમલામાં મને કપાળ તથા મોંઢાના ભાગે ઇજા થઇ હતી.તેની સાથેના આકાશ હસમુખલાલ પારગી તથા રવિ રાજેશભાઇ કામલે એ પણ મને ગાળો બોલતા હતા.મેં પોલીસ કંટ્રોલરૃમમાં કોલ કરતા પોલીસની ગાડી આવી ગઇ હતી.આ હુમલામાં મારા  કાકા કાનની સોનાની બુટ્ટી તથા કાનની કડીઓ અને નાકની જડ પડી ગઇ હતી.

(6:50 pm IST)