Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

સુરત : ખાનગી હૉસ્પિટલના ટ્રસ્ટી ઉપર જીવલેણ હુમલા

આતંકનો ખેલ સીસીટીવીમાં કેદ થયો : ટ્રસ્ટી મિત્ર સાથે બેઠેલા હતા ત્યારે હુમલો કરી તેમને માર મારવા સાથે મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી

સુરત,તા.૨૫ : સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે એક ખાનગી હૉસ્પિટલનાં ટ્રસ્ટી પર આ લૂખા તત્વો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. જોકે આ હુમલાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરત જાણે ક્રાઇમ સીટી બની રહ્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે. રોજ સવાર પડતા અહીંયા અસામાજિક તત્વો અને ગુનેગારો દ્વારા કાયદો હાથમાં લઇને સન્માનીય  માણસને હેરના કરવા સાથે હુમલો કરવાની ઘટના સમયે આવતી હોય છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે, સુરતનાં રામપુરા વિસ્તારમાં આવેલ લોખાત હોસ્પિટલ જે ટ્રસ્ટના માધ્યમથી ચાલે છે,

             ત્યારે અનેક લોકોની સારવાર મફત ત્યારે આ હૉસ્પિટલ ટ્રસ્ટીના નાના ભાઈ અબ્દુલ બાવા પર ત્યાં રહેતા અને બુટલેગર તરીકે કામ કરતા વલી ઉલ્લા દ્વારા કોઈ જુના ઝગડાની અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ ટ્રસ્ટીના ભાઈ ઘર નજીક પોતાના મિત્ર સાથે બેઠેલા હતા ત્યારે આ બુટલેગર દ્વારા હુમલો કરી તેમને માર મારવા સાથે મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે જોતજોતામાં મામલો તંગ બનતા નજીકમાં રહેતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. જોકે ટ્રસ્ટીના ભાઈને ગંભીર ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ગુનાહિત તત્વોને ડામી દેવા માટે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરતમાં લુખ્ખા તત્વોને પોલીસ સાંખી નહીં લે  અને ત્યારબાદ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં લોકોમાં હજુ પણ સુરક્ષાનો અવિશ્વાસ આવી ઘટનાઓના કારણે પેદા થઈ રહ્યો છે.

(7:28 pm IST)
  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST

  • ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST