Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કપરાડાની પેટાચૂંટણી પહેલા હથિયાર સાથે ભાજપ અગ્રણી સહિત 3ની ધરપકડ: રાજકારણમાં ગરમાવો

ભાજપ સાથે જોડાયેલા બિલ્ડરે પોતાની ઓફિસ બહાર હથિયારધારી માણસોને રાખ્યા તા

કપરાડાની પેટાચૂંટણી પહેલાં જ વાપીમાંથી હથિયારો મળી આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે ભાજપના અગ્રણી સહિત ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે. ચૂંટણી પહેલાં પોલીસને બે પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ મળી આવતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. પેટાચૂંટણી પહેલાં હથિયાર મળી આવતાં પોલીસ પણ વધારે સતર્ક બની છે. આ હથિયાર પકડાવા મામલે પોલીસે ભાજપ અગ્રણી સહિત 3ની ધરપકડ કરી છે.

   રિપોર્ટ અનુસાર વાપીમાં રહેતા અને ભાજપ સાથે સંકડાયેલા બિલ્ડરનો મનોજ ઠાકુરે પોતાની ઓફિસની બહાર હથિયારધારી માણસોને બેસાડ્યા હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. તેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીવાળી જગ્યા પર રેડ કરવામાં આવી હતી અને મનોજ ઠાકુરની ઓફિસ બહાર બેસેલા બંને ઇસમે તપાસ કરતાં તેમની પાસેથી બે પિસ્તોલ અને 19 કરતૂસ મળી આવ્યા. તેથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંનેએ આ પિસ્તોલ મનોજ ઠાકુરે આપી હોવાનું પોલીસને જણાવ્યું હતું. તેથી પોલીસે બિલ્ડરનો મનોજ ઠાકુરની પણ ધરપકડ કરી હતી. ચૂંટણી પહેલા જ ભાજપ સાથે જોડાયેલા બિલ્ડરે પોતાની ઓફિસ બહાર હથિયારધારી માણસોને રાખ્યા હોવાની વાત સામે આવતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને પોલીસ પણ વધુ સતર્કતાથી તપાસ કરી રહી છે.

(6:00 pm IST)
  • આફ્રિકાના કેમરૂનમાં આવેલી સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ : 9 થી 12 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત : 12 બાળકો ઘાયલ તથા હોસ્પિટલમાં દાખલ : ક્લાસમાં બેસી અભ્યાસ કરતા નિર્દોષ ભુલકાંઓના હત્યારાઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં પ્રકોપ : રાષ્ટ્રપતિ મૌસા ફકીરે દુઃખ વ્યક્ત કર્યું access_time 12:19 pm IST

  • ઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST

  • બેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST