Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કલોલ હાઇવે પર યુવકને આંતરી ચાર શખ્સોએ ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

કલોલ: હાઇવે પર કારમાં આવેલા ચાર શખ્સો યુવકનું અપહરણ કરીને લઇ ગયા હતા. તેમજ યુવકને ઢોર માર મારી જબરદસ્તીથી છુટાછેડાના કાગળો ઉપર સહીઓ કરાવી લઇ તેની સોનાની ચેઇન પણ લૂંટી લીધી હતી. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે પોલીસે ચાર શખ્સો વિરદ્ધ અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

કલોલ હાઇવે પર આવેલી સ્વાગત રેસીડેન્સીમાં રહેતા સુનીલ છનાભાઇ પ્રજાપતિના લગ્ન વર્ષ ૨૦૧૪માં થયા હતા. પત્નિ ત્રણ મહીના સાસરીમાં રહી અને ત્યારબાદ પિયર જતી રહી હતી. જો કે ત્યારબાદ સાસરીમાં આવી ફક્ત ત્રણ દિવસ જ રહી હતી. ત્યારબાદ પરત ફરી નહોતી. 

યુવકની પત્નિએ છુટાછેડા માટે ગાંધીનગરની ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે ગત ૨૧ સપ્ટેમ્બરની સાંજે કલોલ એસ.પી.જી.નો પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ આવ્યો હતો અને સુનિલને પકડી હાઇવે પર આવેલી એક દુકાનમાં લઇ ગયો હતો અને ત્યારબાદ ફોન કરી અન્ય ત્રણ યુવકોને બોલાવી લીધા હતા અને સુનિલને કહ્યું કે તારી પત્નિ છુટાછેડા લેવા માંગે છે. 

(4:39 pm IST)