Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમદાવાદના અેસજી હાઇ-વેને સિક્સ લેન બનાવવાની કામગીરીનું વિજયભાઇ રૂપાણીના હસ્‍તે ખાતમુર્હૂત

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સી.એમ નિતિન પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સમારંભમાં સરખેજ-ગાંધીનગર-ચિલોડા હાઈવે પર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. અગાઉ નેશનલ હાઈવે NH 8C તરીકે ઓળખાતો રોડને NH 147 તરીકે ઓળખવામાં આવશે અને તેની લંબાઈ 44 કિ.મીની હશે. તે અણદાવાદ શહેર, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાંથી પસાર થશે. રાજ્ય સરકારના અંદાજ મુજબ આખા પ્રોજેક્ટ પાછળ લગભગ રૂ. 867 કરોડનો ખર્ચ થશે. પૈકી 50% રકમ કેન્દ્ર સરકારના અનુદાનમાંથી આવશે જ્યારે બાકીની 50% રકમ ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર તરફથી મળતા રોડ રસ્તાના વિકાસ કાર્યો માટેના ફંડ (CRF)માંથી ફાળવવામાં આવશે.

પ્રસ્તાવિત પ્લાનમાં ગુજરાતનો સર્વપ્રથમ 4.18 કિ.મી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. સોલા ભાગવત જંકશનથી શરૂ થતો કોરિડોર ઝાયડસ હોસ્પિટલ જંક્શન પર પૂર્ણ થશે અને એસ.જી હાઈવે પરના થલતેજ અંડરપાસ સાથે મર્જ થઈ જશે. પ્લાનમાં ચિલોડાથી વૈષ્ણોદેવી સુધીના પટ્ટાને લેનનો બનાવવાનું પણ આયોજન છે. હાલમાં રોડ ચાર લેનનો છે અને તેની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ આવેલા છે.

ઉપરાંત સાત નવા ફ્લાય ઓવર, 20 જેટલી બસો પાર્ક કરવાની જગ્યા, પગપાળા જનારાઓ માટે અંડરપાસ, 2 રેલ્વે ઓવરબ્રિજ અને 1 વાહનો માટેનો અંડરપાસ અને બીજી અનેક નવી યોજનાઓ અણલમાં મૂકવામાં આવશે. સાત જેટલા નવા ફ્લાય ઓવરનું બાંધકામ ઈન્ફોસિટી -0 સર્કલથી સરગાસણ -0 સર્કલ, ગાંધીનગર અને ઉવારસદ જંક્શન, વૈષ્ણોદેવી જંકશન, પકવાન જંક્શન, સાણંદ જંકશન અને ઉજાલા જંક્શન પર બનશે.

(5:05 pm IST)