Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ( યુકે )માં અમદાવાદના રાકેશ પાઠકની ગુજરાતના એડ્જયુડીકેટર તરીકે નિમણૂંક

રાકેશ પાઠકે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઇને પણ ગુજરાત યુનિવર્સીટીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો

અમદાવાદ :લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની સેન્ટ્રલ વર્કીંગ કમિટીની બેઠકમાં ગુજરાત બ્રહ્મસમાજના અગ્રણી અને અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતાં રાકેશ પાઠકની ગુજરાત રાજયના એડ્જયુડીકેટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સંસ્થાનો મુખ્ય હેતુ વ્યક્તિ, સમાજ સંસ્થા કે સરકારી સંસ્થાએ કરેલા અનોખા કાર્ય બદલ પ્રમાણપત્ર આપીને સન્માન કરવાનું અને તે અનોખી સિધ્ધિ બદલ નોંધ પણ લેવામાં આવી છે.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં Adjudicator જેવી ગુજરાત રાજયની મહત્વની પોસ્ટ ઉપર રાકેશ પાઠકની નિમણૂંક બદલ સંસ્થાના સ્થાપક અને બ્રિટીશ સંસદના સંસદ સભ્ય વિરેન્દ્ર શર્મા, World Book Of Records ( WBR ), લંડનના ચેરમેન ડો. દિવાકર શુક્લ, Patron , WBR, જર્મનીના વીલી જેજલર, Vice Chairperson, WBR, સ્વીટર્ઝલેન્ડ પુનમ જેજલર, તથા WBR, ઇન્ડિયાના ચેરમેન સંતોષ શુક્લા ઉપરાંત ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના કોર્પોરેટ જગતના અગ્રણીઓએ રાકેશ પાઠકને અભિનંદન પાઠવ્યા હતા. અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસના ગુજરાતના એડ્જયુડીકેટર તરીકે નિમણૂંક પામેલાં રાકેશ પાઠકે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઇને પણ ગુજરાત યુનિવર્સીટીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. એટલું જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે.

(11:27 pm IST)