Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

કપરાડાના ચેપા ગામના સુનિલ કામડીએ રાજ્યકક્ષાએ ૧૫૦૦ મીટર લાંબી દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ગામના યુવાઓ અને વડીલો દ્વારા અભિનંદન પાઠવી સન્માન કર્યું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા ચેપા ગામે રહેતા સુનિલભાઇ કામડીએ હિમ્મુતનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્પો ર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી ૧૫૦૦ મીટર લાંબી દોડની સ્પડર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાં ગામના યુવાઓ અને વડીલો દ્વારા અભિનંદન પાઠવી સન્માન કરવામાં આવ્યું્ હતું. ઉત્તરોત્તર પ્રગતિ કરી રાષ્ટ્ની સેવામાં યોગદાન આપતા રહે તેવી આશીર્વાદ પાઠવ્યા્ હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલમાં રહીને કોલેજનો અભ્યાોસ કરી રહેલા સુનિલ કામડીના પરિવારની આર્થિક પરિસ્થિતતિ ખૂબ જ નબળી છે, તેમના માતા-પિતા મજુરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમણે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડઅ કોમર્સ કોલેજમાં પણ યુનિવર્સિટી લેવલે ત્રણ વખત લાંબી દોડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો્ હતો.

(9:07 pm IST)