Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

બાવળામાં યુવકની હત્યામાં મુખ્ય આરોપી સહીત બે ઝડપાયા:પાંચ આરોપી હજુ ફરાર

આરોપીઓ મફતમાં ઈંડા ખાઈ પૈસા ન આપતા તકરાર:સાત લોકોએ ભેગા મળી ત્રણ જણા પર હુમલો કરી એક યુવકને મોત ઘાટ ઉતાર્યો હતો

અમદાવાદ જિલ્લાના બાવળામાં થયેલી યુવકની હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહીત બે આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા કરવા પાછળનું કારણ આરોપીઓ મફતમાં ઈંડા ખાઈ પૈસા ન આપતા હોવાથી તકરાર થઈ હતી. તેમજ ત્યાર બાદ સાત લોકોએ ભેગા મળી ત્રણ જણા પર હુમલો કરી એક યુવકને મોત ઘાટ ઉતાર્યો હતો.

અમદાવાદ જિલ્લાના બાવળા રૂપાલ બાયપાસ રોડ પર સોમવાર સાંજે રાહુલ,સંજય અને કિશન નામના 3 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોએ પાઇપ, દંડા સહિતના તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરતાં રાહુલ ઠાકોર નામના યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા સામે આવ્યું કે હુમલો કરનાર સાત શખ્સોએ ભેગા મળી આ હત્યાના ગુનાને અંજામ આપ્યો છે.

આ હત્યા કરનાર મુખ્ય આરોપી સંજય વાણીયા તેના મિત્રો સાથે રાહુલ ઠાકોરની ઈંડાની લારી પર આવી મફતમાં ઈંડા ખાઈ જતો હતો અને તેના પૈસા આપતો ન હતો. જ્યારે સોમવારના રોજ પણ આરોપી સંજય ઈંડાની લારી પર પસાર થતા જ મૃતક રાહુલે અગાઉ બાકીના પૈસા માંગતા જ ઝઘડો કર્યો અને બાદમાં આરોપી સંજયે અન્ય લોકોને બોલાવીને રાહુલની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

જો કે આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને હત્યાના આરોપી સંજય વાણીયા અને શૈલેષ પરમારની ધરપકડ કરી હતી. આ હત્યાના કેસમાં અન્ય પાંચ શખ્સો ફરાર છે. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય વાણીયા સહિત સાત લોકોએ ભેગા મળી હત્યાના ગુનાને અંજામ આપી બાવળા થી ફરાર થઈ ગયા હતા.

જ્યારે પકડાયેલા આરોપી સંજયેની પૂછપરછમાં કબૂલાત કરી છે કે અગાઉના પૈસા મૃતક રાહુલ માંગતો હોવાથી ઝઘડો થયો હતો બાદમાં સાત લોકો ભેગા મળી રાહુલ સહીત 3 યુવકને મારીને ફરાર થઈ ગયા હતાં. જેમાં અન્ય બે યુવક ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર અર્થે છે.

આ હત્યાના ગુનામાં પોલીસે અન્ય પાંચ આરોપી પકડવા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. જ્યારે આ બે આરોપી વિરુદ્ધ કાયદા મુજબની કાર્યવાહી શરૂ કરી છે.

(8:49 pm IST)