Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

સુરતમાં કોરોના રસીકરણ માટે 105 સેન્ટર જાહેર 84 સેન્ટર પર કોવિશીલ્ડનો બીજો ડોઝ જ અપાશે

ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લીધી હોય તેના માટે 9 સેન્ટર, સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 12 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા

સુરત : રાજ્યમાં કોરોના રસીકરણ કામગીરી વેગવાન છે સુરત શહેરમાં આજે કોરોના રસીકરણ માટે 105 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 84 સેન્ટર પર કોવિશીલ્ડનો બીજો ડોઝ  જ આપવામાં આવશે. જ્યારે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લીધી હોય તેના માટે 9 સેન્ટર, સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 12 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા છે.

(8:43 pm IST)