Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો : બે જ હોસ્પિટલમાં 550થી વધુ કેસ : બેડ વધારવા સૂચના

LG હોસ્પિટલમાં એક દિવસના OPD કેસ 3000 પર પહોંચ્યા:શારદાબેન હોસ્પિટલમાં 2200 કેસની OPD નોંધાઈ

અમદાવાદ : અમદાવાદમાં હોસ્પિટલ હાઉસફુલ થઈ હતી અને બેડ વધારવાની જરૂર પડી હતી, પણ હવે કોરોના શાંત થયો હોવા છતાં પણ સરકારએ તંત્રને મનપાની હોસ્પિટલોમાં બેડ વધારવાની સૂચના આપી દીધી છે અમદાવાદમાં કોરોના બાદ હવે સીઝનલ રોગચાળો વકર્યો છે, શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં એકાએક વધારો જોવા મળ્યો છે.

  જો શહેરની બે મોટી હોસ્પિટલનો આકડા પર નજર કરવાં આવે તો LG હોસ્પિટલમાં એક દિવસના OPD કેસ 3000 પર પહોંચ્યા છે જ્યારે શારદાબેન હોસ્પિટલમાં 2200 કેસની OPD નોંધાઈ છે શહેરની બે જ હોસ્પિટલમાં આવેલા અધધ કેસને ધ્યાને રાખી હોસ્પિટલમાં બેડ વધારવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. તાવ,ઝાડ ઉલટીના કેસ મનપા સંચાલિત હોસ્પિટલમાં મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. ત્યારે સીઝનલ રોગચાળો વધુ ન વકરે એ માટે તેમજ દર્દીઓને તકલીફ ન પડે તેથી સરકારે હોસ્પિટલોમાં બેડ વધારી દેવાનો આદેશ કર્યો છે

(8:39 pm IST)