Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

૧૪મી ગુજરાત વિધાનસભાનુ આગામી સત્ર ૨૭મી સપ્ટેમ્બરથી મળશેઃ સંસદીય રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજા

બે દિવસ માટે યોજાનાર આ સત્રમાં ચાર સરકારી વિધેયકો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ" નો સંકલ્પ લવાશે

સંસદીય રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાત વિધાનસમનું આગામી સત્ર તા. ૨૭ મી સપ્ટેમ્બરથ શરૂ થશે. બે દિવસ યોજાનારા આ સત્રમા શોકદર્શક ઉલ્લેખો, રાજય રારકારે કરેલી જનહિત લક્ષી કામગીરી સહિત ચાર રસરકારી વિધેયકો લવાશે,

  મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યપાલને તે અનુસાર ભલામણ કરવાનો નિર્ણય લેવાયો છે, આ રાત્રના પ્રારંભે ગુજરાત વિધાનસભાના ૧૮ જેટલાં દિવંગત પૂર્વ મંત્રીઓ અને સભ્યોઓના શોકદર્શક ઉલ્લેખો મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સત્ર દરમ્યાન સરકારી કામકાજ  હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે જ સરકારી વિધેયકો હાથ ધરાશે.

  મંત્રી જાડેજાએ વિધાનસભા ખાતે હાથ ધરાનારા સરકારી વિધેયકોની વિગતો આપતાં કહ્યું કે મેડીકલ કોલેજોમાં એન.આર.આઇ. માટે પ્રવેશ બાબતે ગુજરાત પ્રોફેશનલ મેડીકલ એજ્યુકેશન કોલેજીસ એન્ડ ઇસ્ટટ્યુશરાને લગતા કાયદામાં સુધારો સુચવતું વિધેયક રજુ કરવામાં આવશે તેમજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણો મુજબ હાલના કાયદામાં સુધારો સુચવતું સુધારા વિધેયક પણ રજુ કરવામાં આવશે.

 આ ઉપરાંત, ગ્રાન્ટ ઇન એક કોલેજોને પ્રાઇવેટ યુનીવર્સિટીઓના એફીલીએશનમાંથી દુર કરવા માટે પ્રાઇવેટ યુનીવર્સિટી એમેન્ડમેન્ટ બીલ પણ હાથ ધરવામાં આવશે. તેમજ પાર્ટનરશીપ એક્ટમાં સુધારા કરતુ રજિસ્ટ્રેશન બાબતે ઓનલાઈન અરજી જોગવાઇ કરતું વિધેયક પણ વિચારણામાં લેવામાં આવશે અને સત્રના કામકાજના છેલ્લા દિવસે છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 રાજ્યના નાગરિકો માટે જનહિતની નીતિ અને નિર્ણયોને વળેલી રાજ્ય સરકારે સતત પ્રજાનો વિશ્વાસ જીતીને છેલ્લા ૩ દાયકાથી ગુજરાતના વિકાસની આગેકૂચ જારી રાખેલ છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે રાજયન પ્રજાજનોની સુખાકારી તથા આશા આકાંક્ષને ધ્યાનમાં રાખી કામ કરતી રાજય સરકાર રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહ ર્દનું વાતાવરણ બની રહે તે માટે પ્રતિબદ્ધ છે

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, દેશની મહામૂલી આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે સંદર્ભે પણ આ સત્રમાં સરકારી સંકલ્પ રજૂ કરાશે

(7:04 pm IST)