Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

નાયબ માહિતી નિયામક, અને સહાયક માહિતી નિયામક તથા સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશની ભરતી : પરીક્ષા કાર્યક્રમ જાહેર

પરીક્ષા શરૂ થવાના સમય સુધી https://ojas.gujarat.ov.in પરથી ડાઉનલોડ કરી શકાશે

 

 

ફોટો

અમદાવાદ :માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક(સંપાદન), વર્ગ-ર તથા સિનિયર સબ-એડિટર, વર્ગ-૩ અને માહિતી મદદનીશ, વર્ગ-૩ની ભરતી સંબંધિત જાહેરાત ક્રમાંક:૨૮૨૦-૨૧ તથા ૧/૨૦-૨૧, અન્વયે નાયબ માહિતી નિયામક, વર્ગ ૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-ર ની ભાગ ૨ સંયુક્ત મુખ્ય પરીક્ષા તા.૪થી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ તથા સિનિયર સબ-એડિટર, વર્ગ ૩ અને માહિતી મદદનીશ, વર્ગ-૩ ની ભાગ-ર સંયુક્ત મુખ્ય પરીક્ષા તા.૫મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાશે

 

ઉપરોક્ત પરીક્ષા માટેના પૂર્વેશપત્ર તથા ઉમેદવારો માટેની સૂચનાઓ તા.૨૫/૦૮/૨૦૨૧ ના રોજ ૧૮:૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી https://ojas.gujarat.ov.in પરથી ડાઉનલોડ કરી શકાશે તેની નોંધ લેવા સંબંધિત તમામ ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

(6:50 pm IST)