Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

પ્રાથમિક શિક્ષકોએ રસી મુકાવવી ફરજિયાત

ધો. ૬ થી ૮ વર્ગો શરૂ કરતા પૂર્વે સરકારનું પગલુ : કેબીનેટ બેઠકમાં કલેકટરોને સૂચના

રાજકોટ તા. ૨૫ : રાજ્ય સરકારે તા. ૨ સપ્ટેમ્બરથી ધો. ૬ થી ૮નું વર્ગ શિક્ષણ શરૂ કરવાનું જાહેર કર્યું છે તે પૂર્વે શિક્ષકો માટે રસીકરણ ફરજિયાત કરવાનું નક્કી થયાનું જાણવા મળે છે. આજે કેબીનેટ બેઠકમાં આ અંગે ચર્ચા થયેલ.

બાળકો પરના કોરોનાના જોખમને ટાળવા અને શિક્ષકોના સ્વાસ્થ્ય માટે રસીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાના બાળકોને ભણાવવા જતા ખાનગી અને સરકારી પ્રાથમિક શિક્ષકોએ રસી મુકાવેલી હોવી જરૂરી છે. શિક્ષકો માટે ફરજિયાત રસીકરણનો અમલ કરવા કલેકટરો મારફત જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના અપાયેલ છે. શિક્ષકો સિવાઇના લોકો માટે પણ રસીકરણમાં આવરી લેવા જણાવાયું છે. જે ગામમાં ૫૦ ટકાથી ઓછું રસીકરણ થયું હોય ત્યાં ઝુંબેશ ચલાવવા સરકારે જણાવ્યું છે.

(3:58 pm IST)