Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

સગીર બાળકીઓના અપહરણના લાપતા આરોપીઓને શોધવાની ઝુંબેશ પણ સફળતા તરફ ડગ માંડી રહી છે

ડ્રગ્સ મુકત સુરત,લાપતા બાળકો શોધવા, મધ્યમ વર્ગના પરસેવાની કમાણીના બાઈક ચોર ગેંગ વિરૂદ્ધ સફળ ઝુંબેશ બાદ હવે પોલીસ કમિશનર અજયકુમાર તોમર નવા અભિયાન સાથે મેદાને : ૩ વર્ષ જૂના અપહરણના આરોપીઓ પણ સકંજામાં: અમરોલી પોલીસ મથકના કિરીટભાઇ ઠક્કર અને મહેશભાઈ દ્વારા અશક્યને શકય કરી દેખાડયું

રાજકોટ તા.૨૫, સુરતને ડ્રગ્સ મુકત બનાવવા સાથે માનવતાવાદી વલણ દાખવી ગરીબમાં ગરીબ પરિવારના લાપતા બાળકોને શોધી કાઢવા માટે પોલીસની ફોજ કામે લગાડી દેનાર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા હવે સગીર બાળકીઓના અપહરણના આરોપીઓને શોધવા માટે ડીસીબી, એસઓજી, પીસીબી અને સ્થાનિક પોલીસને ખાસ અભિયાન હાથ ધરવા આપેલ સૂચનાઓ રંગ લાવી રહી છે, પોલીસ દ્વારા ત્રણ ત્રણ વર્ષ જૂના આરોપીઓને પણ પકડી પાડવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.                 

અમરોલી પોલીસ મથકના પોલીસમેન કિરીટભાઇ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ દ્વારા સેકટર-૨ ના જોઇન્ટ પોલીસ કમિશનર, ઝોન- ૪ના ડીસીપી તથા એસીપી જી ડિવિઝન તથા પીઆઇ આર.પી.સોલંકી, તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ બોલાવતા આરોપી હાથ આવી ગયેલ.           

અમરોલી સુરતનાં મધુવન સોસાયટીના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાંથી આરોપી વિકાસ લિંકાને ઝડપી લીધો છે.

અત્રે યાદ રહે કે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ૬ માસમાં ૩૫ બાળકોનો પતો પોલીસના ૧૦૦ સ્ટાફને મેદાનમાં ઉતારી લગાડેલ. મધ્યમ વર્ગના લોકોના બાઇક ચોરતી ગેંગ વિરૂદ્ધ રજૂઆત પગલે બાઈક ચોર ગેંગ પણ ઝડપી લેતા મધ્યમ અને સામાન્ય વર્ગ આફ્રિન પોકારી ઊઠ્યો છે.

(3:57 pm IST)