Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ચીફ સેક્રેટેરી અનિલ મુકીમને હવે નહીં મળે વધારે એકસટેન્શન

હવે નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ કુમાર અને રાજીવ ગુપ્તાના નામ રેસમાં

અમદાવાદ, તા.૨૫:રાજયના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ હવે બદલાશે તે નક્કી. ગુજરાતના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમને હવે વધુ એકસટેન્શન નહીં મળે. કારણ કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં ચીફ સેક્રેટરી અનિલ મુકીમે તેમના કાર્યકાળની આ છેલ્લી કેબિનેટ હોવાનું જણાવીને સૌનો આભાર માન્યો હતો. વિધીવત રીતે પોતાનું આ છેલ્લું વીક રાજય સરકાર સાથે હોવાનું જણાવ્યું હતું.

વય નિવૃત્ત્િ। બાદ ગુજરાતમાં CS તરીકે સૌથી લાંબું ૬-૬ મહિનાનું એકસટેન્શન મેળવવાનો તેઓએ રેકોર્ડ ધરાવ્યો છે. એક માત્ર ચીફ સેક્રેટરી અનિલ મુકીમના નામે આ રેકોર્ડ નોંધાયો છે. જો કે હવે નવા ચીફ સેક્રેટરી તરીકે હવે ACS હોમ પંકજ કુમાર અને ACS ઇન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તાના નામ રેસમાં છે.

અનિલ મુકીમ કે જેઓનું પૈતૃક વતન રાજસ્થાન છે પરંતુ તેઓની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે. તદુપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદે પણ રહી ચૂકયાં છે. ઓકટોબર ૨૦૦૧થી જાન્યુઆરી ૨૦૦૫ સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂકયાં છે. એ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી. અનિલ મુકીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના આઈએએસ અધિકારી રહ્યા છે. મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે મુકિમે મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કર્યુ છે. મુકીમ ૧૯૮૫ બેંચના અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના ખાણ વિભાગમાં સચિવ પદ પર પણ કામ કર્યું છે. રાજયના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.

(3:55 pm IST)