Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

આવો આપણે બધા સાથે મળીને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરીએ: શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી: SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઉજવાયેલ સંસ્કૃત સાપ્તાહિક દિન વેદથી માંડીને આચાર્ય કક્ષા સુધીના ૧૦૦ ઉપરાંત ઋષિકુમારોએ ૧૬ સ્પર્ધામાં ભાગ લીધો :૨૦ ઋષિકુમારોને ગોલ્ડ મેડલ

અમદાવાદ :  SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP ગુરુકુલ સંચાલિત શ્રી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં, સ્વામી યજ્ઞવલ્લભદાસજી અને વિવેકભાઇ સાંકળિયાના માર્ગદર્શન સાથે સંસ્કૃત સાપ્તાહિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

        જેમાં વેદથી માડીને આચાર્ય કક્ષા સુધીના ૧૦૦ ઉપરાંત ઋષિકુમારોએ  સ્પર્ધામાં ભાગ લીધો. આ સ્પર્ધા સંપૂર્ણપણે સંસ્કૃત ભાષામાં રાખવામાં આવી હતી.

આ સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધા, આશુ ભાષણમ્, તર્કસંગ્રહ, સમસ્યા પૂર્તિ, ઉચ્ચારણમ્, આશુલેખન્, સંસ્કૃત ગીતમ્, સુભાષિતાનિ, સ્તોત્રગાનમ્, એક પાત્રીય અભિનય, વાદ વિવાદ, અંત્યાક્ષરી, પ્રશ્નોત્તરી, નાટક વગેરે ૧૬ વિષયો રાખવામાં આવેલ. જેમાં સિનીયર અને જુનિયર વિભાગ રાખવામાં આવેલ.

સિનીયર વિભાગ ગોલ્ડ મેડલ ૧.પંચોલી જય ,૨.જોષી ભવ્ય, ૩.દવે જય, ૪.મહેતા દેવ, ૫.ઉપાધ્યાચ ક્રિશ, ૬.ત્રિવેદી પાર્થ, ૭.જાની શિવ, ૮.મહેતા દેવ, ૯.વ્યાસ કૌશલ, ૧૦.ભટ્ટ અજય, ૧૧.કનોજિયા અક્ષત

જુનિયર વિભાગ ગોલ્ડ મેડલ  ૧.સત્યમ બારૈયા, ૨.દવે જય, ૩.મહેતા ધ્રુવ, ૪.મહેતા જેનિસ, ૫.ત્રિવેદી ધૈર્ય, ૬.ભટ્ટ કેવલ, ૭.ભટ્ટ મિહિર, ૮.જોષી કુલદિપ.

સિનીયર સિલ્વર જાની દેવાંગ,મહેતા દેવ,ભટ્ટ કેવલ,પંચોલી વેદાંત,જોષી કેશવ, શુક્લા ધ્રુવ,ઉપાધ્યાય ક્રિશ,ભટ્ટ પ્રશીલ,જોષી કેશવ,મહેતા ધ્રુવ જુનિયર બ્રોન્ઝ ..મહેતા પૂજન,ભટ્ટ દિવ્યેશ,સુરતી પ્રશાંત,પંડ્યા શિવમ,હિરેન

 સિનીયર બ્રોન્ઝ ૧.ભટ્ટ ફેનિલ, ૨.પંડ્યા મહિમ, ૩.જોષી કુલદિપ, ૪.ત્રિવેદી આયુષ, ૫.ભટ્ટ ધર્મ, ૬.હર્ષ ઠાકર, ૭.જોષી પ્રિન્સ,.દવે જય

        છપૈયા, અયોધ્યા, બનારસ વગેરે સ્થળોએ યાત્રા કરી રહેલ શાસ્ત્રી માધવપ્રિયદાજી સ્વામીએ ફોનથી આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે આ સંસ્કૃત સાપ્તાહિક દિનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર સર્વ શિક્ષક મિત્રોને અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામને હ્રદયથી ધન્યવાદ.

        આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં રહેલ શક્તિઓ કમળના પુ્ષ્પની જેમ વિકસે છે. આવો આપણે બધા સાથે મળીને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરીએ

(12:33 pm IST)