Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ધો. ૧૦ રીપીટર છાત્રોનું અતિ કંગાળ ૧૦.૦૪% પરિણામ

ગુજરાત રાજ્યમાં ૨,૯૮,૮૧૭ પરીક્ષાર્થીઓમાં માત્ર ૩૦૦૧૨ છાત્રો ઉતીર્ણ થયા : વિદ્યાર્થીનીઓનું ૧૨.૭૫ ટકા અને વિદ્યાર્થીઓનું ૮.૭૭% પરિણામ

રાજકોટ તા. ૨૫ : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ ધો. ૧૦ રિપિટર - ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. ધો. ૧૦ રિપિટર પરીક્ષાર્થીઓનું પરિણામ એકદમ કંગાળ કહી શકાય તેવું ૧૦.૪ ટકા આવ્યું છે.

આજે ધોરણ ૧૦ રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે ૮ કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંક પરથી પોતાનું પરિણામ જોઈ શકશે. માર્કશીટ અને સર્ટિફિકેટ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

ધોરણ ૧૦ ના ખાનગી, રિપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. સમગ્ર રાજયનું ૧૦.૦૪ ટકા પરિણામ જાહેર થયું છે. કોરોના કાળ દરમિયાન લેવાયેલી પરીક્ષામાં ૩૦,૦૧૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૩,૨૬,૫૦૫ વિદ્યાર્થીઓમાંથી ૨,૯૮,૮૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

રાજયમાં ધોરણ ૧૦ના ખાનગી, રિપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું ૧૦.૪ ટકા પરિણામ જાહેર થયું છે. કુલ ૩૦ હજાર ૦૧૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ૩ લાખ ૨૬ હજાર ૫૦૫ વિદ્યાર્થીઓમાંથી ૨ લાખ ૯૮ હજાર ૮૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો પૃથ્થક ઉમેદવારોની સંખ્યા ૫૨ હજાર ૦૨૬ હતી, જેમાંથી ૪૬ હજાર ૧૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીનીઓનું પરિણામ ૧૨.૭૫ ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ ૮.૭૭ ટકા જાહેર થયું છે. તો આ પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.

(10:58 am IST)