Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ગાંધીનગરના વરિષ્ઠ પત્રકાર નીતિનભાઈ પટેલના માતૃશ્રી લક્ષ્મીબાનું ૯૦ વર્ષની જૈફ વયે નિધન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગાંધીનગર ઇગલ ન્યુઝના વરિષ્ઠ પત્રકાર નીતિનભાઈ પટેલના માતૃશ્રી લક્ષ્મીબેન છોટાલાલ પટેલનું તા .૨૦ ઓગસ્ટના રોજ ૯૦ વર્ષની વયે દુઃખદ અવસાન થતા પરીવાર અને મિત્રવર્તુળ માં શોક જોવા મળ્યો છે.
સ્વ.લક્ષ્મીબા પટેલ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતા અને દસેક દિવસથી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા તે દરમ્યાન તેમણે દેહત્યાગ કર્યો હતો, પ્રવર્તમાન કોરોના મહામારીની માર્ગદર્શિકાને અનુસરીને સદગતનું ટેલિફોનિક બેસણું તા.૨૬ મી ઓગસ્ટ ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમ્યાન રાખવામાં આવ્યું છે.

(11:44 pm IST)