Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

રાજપીપળા કરજણ નદીના ઓવરે ગેરકાયદેસર મહાજાળ નાંખી મચ્છી મારી થતી હોવાની બુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા કરજણ નદીના ઓવરા પર ગેરકાયદેસર મહાજાળ નાંખી મચ્છી પકડાવની પ્રવૃત્તિ ઘણા દિવસો થી ચાલી રહી હોવા છતાં આ માટે મત્સ્ય વિભાગના અધિકારીઓ જાણે અજાણ હોય તેમ તદ્દન નિષ્ક્રિય જણાઈ રહ્યા છે.

ગત વર્ષોમાં પણ આ જગ્યા પર એક ગેરકાયદેસર ફરતી હતી અને બોટમાંથી જાળ નાંખી મચ્છી પકડવાની બાબત સામે આવી હતી અને હાલમાં મહાજાળ દ્વારા મચ્છી નો વેપલો કેટલાક દિવસથી ચાલુ છે જેને સ્થાનિક લોકો નજરે જોઈ રહ્યા હોવા છતાં અધિકારીઓને કેમ આ ગેરકાયદેસર નજારો જણાતો નથી તેવા પ્રશ્નો હાલ ચર્ચા માં છે.
 આ બાબતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારી જીગ્નેશ ડાભી એ ટેલિફોનિક વાત માં જણાવ્યું કે હું આ બાબત ચેક કરાવું છું અને પેટ્રોલિંગમાં પણ ખાસ ધ્યાન આપી આવું કઈ જણાશે તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું.

(11:43 pm IST)